વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોમા કારગીરી થઇ શકતી નથી, NEET મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહી સહિત અનેક મુદ્દાઓ પર વિપક્ષના હોબાળાને કારણે લોકસભા બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે, જ્યારે ગૃહ સવારે 11 વાગ્યે મળ્યું, ત્યારે લોકસભાએ હિરોશિમા અને નાગાસાકીના પરમાણુ બોમ્બ વિસ્ફોટના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી.
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, આજે જાપાનમાં થયેલા દુ:ખદ પરમાણુ બોમ્બ વિસ્ફોટના 81 વર્ષ છે. મૃતકોને મૌન પાળીને શ્રધ્ધાંજલી અર્પણ કરાઇ હતી.
જોકે ત્યારબાદ અધ્યક્ષે પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિપક્ષોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માંગણી સાથે ઉભા કરેલા વિક્ષેપેના કારણે ગૃહની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરાઇ હતી. જ્યારે રાજ્યસભા પણ આ જ મામલે બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.