ઓગસ્ટ 13, 2026 9:32 એ એમ (AM)

printer

વિરોધ પક્ષના હોબાળા વચ્ચે સંસદે, રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (સુધારા) બિલ, 2026 પસાર કર્યું

વિરોધ પક્ષના હોબાળા વચ્ચે સંસદે, રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (સુધારા) બિલ, 2026 પસાર કર્યું છે. વિરોધ વચ્ચે સંસદની કાર્યવાહી વારંવાર મોકૂફ રખાઇ હતી. સંસદના બંને સદનોની કાર્યવાહી વિવિધ મુદ્દાઓને લઈને વિપક્ષના હંગામાના કારણે સ્થગિત રહી. વિપક્ષની તરફથી ઉઠાયેલા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા અને જવાબ દેવાના સરકારના આશ્વાસન છતાં, કોંગ્રેસ સહિત વિપક્ષી દળોએ નારેબાજી જારી રાખી. વિપક્ષના હંગામાના વચ્ચે લોકસભાએ ખાણ અને ખનિજ વિકાસ અને વિનિમયન સંશોધન વિધેયક ૨૦૨૬ પસાર કર્યો. રાજ્યસભાએ રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ સંશોધન વિધેયક ૨૦૨૬ અને કેરળ નામ પરિવર્તન વિધેયક ૨૦૨૬ ને મંજૂરી આપી