સંસદે આજે વિનિયોગ સંખ્યા ત્રણ વિધેયક 2026 આજે પસાર કર્યું. રાજ્યસભામાં ચર્ચા બાદ વિધેયકને લોકસભામાં પરત મોકલાયું છે. લોકસભાએ પહેલા જ આ વિધેયકને પસાર કરી દીધું હતું. વિધેયકમાં 31 માર્ચ 2023એ પૂર્ણ થતા નાણાકીય વર્ષ દરમિયાન કેટલીક સેવાઓ પર મંજૂર રકમથી વધુ ખર્ચ કરાયેલી રકમ પૂર્ણ કરવા ભારતના એકત્રિત ભંડોળમાંથી નાણા ફાળવવાની જોગવાઈ છે. સરકારે કેટલાક વધારાના ખર્ચને પહોંચી વળવા 54 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમની માગ કરી છે, જે દેવું ચૂકવવા માટે ખર્ચાશે.
વિધેયક પર ચર્ચાનો જવાબ આપતાં નાણાંમંત્રી નિર્મળા સીતારમણે કહ્યું, સરકારે નાણાકીય વર્ષ 2023માં વધારાના ખર્ચ માટે અનુદાન માગ્યું છે. તેમણે કહ્યું, વધારાના અનુદાનની માગ જાહેર હિસાબ સમિતિના 39-મા અહેવાલમાં ઓળખાયેલી બે ચોક્કસ બાબતો સાથે સંબંધિત છે.
Site Admin | ઓગસ્ટ 6, 2026 7:56 પી એમ(PM)
સંસદે વિનિયોગ સંખ્યા ત્રણ વિધેયક 2026 પસાર કર્યું.