ઓગસ્ટ 5, 2026 2:57 પી એમ(PM)

printer

વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત.

NEET મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહી સહિત અનેક મુદ્દાઓ પર વિપક્ષના હોબાળાને કારણે આજે સંસદના બંને ગૃહોની કાર્યવાહી ખોરંભે પડી હતી. હોબાળાના પગેલ સંસદના બંને ગૃહોની કામગીરી બપોરના બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. આજે સવારે જ્યારે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ, ત્યારે સ્પીકર ઓમ બિરલાએ પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ હોબાળો મચાવી રહેલા વિપક્ષના સભ્યોને અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશ્નકાળમાં ભાગ લેવા વારંવાર વિનતી કરી હતી પરંતુ હોબાળો યથાવત રહેતા ગૃહની કાર્યવાહી સ્થિગત કરી દીધી હતી.

જ્યારે ઉપલા ગૃહની બેઠક મળી, ત્યારે અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને વિપક્ષના હોબાળા વચ્ચે શૂન્યકાળ શરૂ કર્યો. આરંભે જમ્મુ અને કાશ્મીરના ભાજપ સાંસદ સત પોલ શર્માએ કલમ 370 નાબૂદ કરવાની વાત યાદ કરતા કહ્યું કે તે સાત વર્ષ પહેલા આજના દિવસે જ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, આજનો દિવસ ફક્ત જમ્મુ અને કાશ્મીરના ઇતિહાસમાં જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રના ઇતિહાસમાં એક ઐતિહાસિક દિવસ છે. તેમના નિવેદન વચ્ચે હોબાળા યથાવત રહેતા અધ્યક્ષે ગૃહને પહેલા બાર વાગ્યા સુધી અને બાદમાં બે વાગ્યા સ્થગિત કરી દીધું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.