ઓગસ્ટ 4, 2026 2:05 પી એમ(PM)

printer

સંસદની કાર્યવાહી ખોરંભે પાડીને સમય બરબાદ કરતો હોવાનો સંસદીય મંત્રી કિરણ રિજજુનો વિપક્ષો ઉપર આરોપ.

NEET મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન કથિત પોલીસ કાર્યવાહી સહિત અનેક મુદ્દાઓ પર વિપક્ષના હોબાળાને કારણે સંસદના બંને ગૃહો બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા.

રાજ્યસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યે પ્રથમ મુલતવી રહ્યા બાદ ફરી મળતા સભાપતિ સી પી રાધાકૃષ્ણને વિપક્ષના હોબાળા વચ્ચે પ્રશ્નકાળ શરૂ કર્યો. ઘણા સભ્યોએ પ્રશ્નો પૂછ્યા જેના મંત્રીઓએ જવાબ આપ્યા. વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ અયોધ્યા રામ મંદિરમાંથી દાન ચોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો.

હોબાળા મામલે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે વિપક્ષો જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

જોકે, વિપક્ષના સભ્યોના વિરોધ અને સૂત્રોચ્ચારને કારણે, સભાપતિએ ગૃહને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કર્યું.

તેવી જ રીતે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિપક્ષી સભ્યોએ વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન કથિત પોલીસ કાર્યવાહીનો મુદ્દો ઉઠાવ્યો. વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહી અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી નિવેદનની માંગણી વિપક્ષના સભ્યો કરી રહ્યા હતા. શ્રી બિરલાએ તમામ સભ્યોને ગૃહ ચલાવવામાં સહયોગ આપવા વિનંતી કરી, અને કહ્યું કે પ્રશ્નકાળ દરમિયાન વિક્ષેપ યોગ્ય નથી.

જોકે હોબાળો ચાલુ રહેતાં લોકસભા પણ બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.