ઓગસ્ટ 3, 2026 10:32 એ એમ (AM)

printer

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં શાંતિ રેલી દરમિયાન થયેલા આત્મઘાતી હુમલામાં 14 લોકો મોત

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ગઈકાલે શાંતિ રેલી દરમિયાન થયેલા આત્મઘાતી હુમલામાં 14 લોકો માર્યા ગયા છે અને એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે.
સ્વાત જિલ્લાના કાબલ શહેરમાં પોલીસ સ્ટેશનની સામે જ યોજાઈ રહેલી શાંતિ રેલી દરમિયાન આ વિસ્ફોટ થયો હતો. હજુ સુધી કોઈ જૂથ કે વ્યક્તિએ આ હુમલાની જવાબદારી લીધી નથી. સ્વાત જિલ્લા પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ આત્મઘાતી હુમલાખોરે કાબુલ પોલીસ સ્ટેશન અને પોલીસ લાઇન્સ સંકુલમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેને મુખ્ય દરવાજા પર અટકાવ્યો હતો. ત્યારબાદ હુમલાખોરે વિસ્ફોટ કર્યો હતો. ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી મુહમ્મદ સુહેલ આફ્રિદીએ વિસ્ફોટની સખત નિંદા કરી છે અને તપાસના આદેશ આપ્યા છે.