ઓક્ટોબર 6, 2026 2:20 પી એમ(PM)

printer

SIR મામલે નિર્વાચન સદન સુધી વિરોધ કૂચ કરતાં અટકાવાયાં બાદ વિપક્ષી પાર્ટીના નેતાઓના સંસદ સ્ટ્રીટ પર ધરણાં

સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIR પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓ અને મુખ્ય ચૂંટણી કમિશનર CEC જ્ઞાનેશ કુમારને બરતરફ કરવાની માંગને લઈને આજે વિપક્ષી પક્ષોએ સંસદ ભવનથી ભારતના ચૂંટણી પંચના મુખ્ય મથક નિર્વાચન સદન સુધી વિરોધ કૂચ યોજી હતી.

જોકે, ચૂંટણી પંચ તરફ આગળ વધતાં વિપક્ષી પાર્ટીના નેતાઓને સુરક્ષા કર્મચારીઓએ તેમને આકાશવાણી ભવન પાસે અટકાવ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને અન્ય પક્ષોના વિરોધ પક્ષના સાંસદોએ સંસદ સ્ટ્રીટ પર ધરણા કર્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.