ઓગસ્ટ 14, 2026 7:41 પી એમ(PM)

printer

યાત્રી ગણ કૃપા ધ્યાન દે : ઓખા-અમદાવાદ વંદે ભારત હવે 17 તારીખથી સાબરમતીથી દોડશે

ઓખા અને અમદાવાદ વચ્ચે દોડતી સેમી હાઈસ્પીડ ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેનના સમયપત્રક અને ટર્મિનલ સ્ટેશનમાં રેલવે તંત્ર દ્વારા મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. આગામી 17 તારીખથી આ ટ્રેન અમદાવાદના મુખ્ય સ્ટેશનના બદલે સાબરમતી (SBT) સ્ટેશનથી ઓપરેટ થશે, જેનાથી મુસાફરોની યાત્રામાં આંશિક ફેરફાર જોવા મળશે.

મંગળવાર સિવાય સપ્તાહમાં 6 દિવસ દોડશે ટ્રેન

રેલવે વિભાગ દ્વારા જાહેર કરાયેલી નવી વિગતો અનુસાર, ઓખા-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ આગામી 17 તારીખથી મંગળવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ મુસાફરો માટે સેવામાં રહેશે. નવા નિર્ધારિત સમયપત્રક મુજબ, આ ટ્રેન દ્વારકાના ઓખા સ્ટેશનેથી દરરોજ સાંજે 4:45 વાગ્યે પ્રસ્થાન કરશે. જ્યારે સામા છેડેથી, આ ટ્રેન સવારે 6:15 વાગ્યે સાબરમતીથી ઓખા જવા માટે રવાના થશે.

પ્રારંભિક અને અંતિમ સ્ટેશન સાબરમતી (SBT) રહેશે

આ ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે સૌથી નોંધનીય બાબત એ છે કે, હવે આ ટ્રેનનું પ્રારંભિક અને અંતિમ મથક બદલવામાં આવ્યું છે. 17 તારીખથી આ વંદે ભારત એક્સપ્રેસ અમદાવાદ (કાલુપુર) રેલવે સ્ટેશનની જગ્યાએ સાબરમતી જેલ સાઈડ (SBT) સ્ટેશનથી જ ઉપડશે અને ત્યાં જ પોતાની યાત્રા પૂર્ણ કરશે.

મુસાફરોની સુવિધા અને કનેક્ટિવિટી વધારવાનો ઉદ્દેશ્ય

આ રૂટ અને સ્ટેશન ફેરફારના નિર્ણય અંગે વિસ્તૃત માહિતી આપતા રાજકોટ મંડળના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલકુમાર મીનાએ જણાવ્યું હતું કે, “મુસાફરોની વધુ સુવિધા, યોગ્ય રેલવે કનેક્ટિવિટી અને આધુનિક રેલવે સેવાઓને વધુ સુદ્રઢ બનાવવાના સ્પષ્ટ ઉદ્દેશ્યથી આ વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે.”

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.