ઓક્ટોબર 29, 2026 5:01 પી એમ(PM)

printer

નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીએ કેન્સર સંબંધિત 543 બ્રાન્ડની દવાઓ માટે સુધારેલા ભાવોની યાદી જાહેર કરી

નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ કેન્સર સંબંધિત 543 બ્રાન્ડની દવાઓ માટે સુધારેલા મહત્તમ છૂટક ભાવોની યાદી જાહેર કરી છે. નવી કિંમતો 9 નવેમ્બરથી અમલમાં આવશે.

રસાયણ અને ખાતર મંત્રાલયના જણાવ્યા અનુસાર, કેન્સર વિરોધી ઘણી દવાઓના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. RPG લાઇફ સાયન્સ લિમિટેડની ફુલબ્રેકાની કિંમત 26 હજાર રૂપિયાથી ઘટાડીને પાંચ હજાર 49 રૂપિયા કરવામાં આવી છે. એબોટ હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડની બેવાસીઝુમાબની કિંમત 21 હજાર 767 રૂપિયાથી ઘટાડીને આશરે પાંચ હજાર 930 રૂપિયા કરવામાં આવી છે.

આ સુધારો 17 ઓક્ટોબરના રોજ NPPAની જાહેરાતને અનુસરે છે. જાહેર હિતમાં, ઓથોરિટીએ 137 કેન્સર દવાઓ પરના વેપાર માર્જિનને તર્કસંગત બનાવવાનો નિર્ણય લીધો હતો, જેનો હેતુ દવાઓ પર વધુ પડતા વેપાર માર્જિનને ઘટાડવાનો, કેન્સરની સારવારને સસ્તું બનાવવાનો અને દર્દીઓ માટે દવાઓની પહોંચ વધારવાનો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.