નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ પસંદગીના વ્યક્તિગત-થી-વેપારી UPI વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ના અમલીકરણને મુલતવી રાખ્યું છે. અગાઉ, NPCI એ જાહેરાત કરી હતી કે આ દર આજથી અમલમાં આવશે. હવે આ અમલીકરણ દિવાળી પછી થશે.
NPCIએ એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે, UPI અને સર્વિસીસ સ્ટીયરિંગ કમિટીએ તહેવારોને ધ્યાનમાં રાખીને, દિવાળી પછી તરત જ પસંદગીના વ્યક્તિગત-થી-વેપારી UPI વ્યવહારો પર MDR લાગુ કરવામાં આવશે. જેની તારીખ પછીથી જાહેર કરવામાં આવશે.
NPCIએ વધુમાં જણાવ્યું કે, બે વ્યક્તિઓ વચ્ચેનો દરેક UPI વ્યવહાર ફી-મુક્ત રહેશે. રકમ પર કોઈ મર્યાદા નથી. MDR ચાર્જ ફક્ત 2 હજારથી વધુના વ્યક્તિથી-વેપારી વ્યવહારો પર જ લાગુ થશે. અંદાજે 96 ટકા વ્યક્તિ-થી-વેપારી UPI વ્યવહારો અપ્રભાવિત રહેશે. વ્યક્તિ-થી-વેપારી શ્રેણી હેઠળ UPI QR કોડ દ્વારા દર મહિને એક લાખ રૂપિયા સુધી મેળવતા શેરી વિક્રેતાઓ સહિત નાના વેપારીઓને તમામ વ્યવહારો પર શૂન્ય MDR મળવાનું ચાલુ રહેશે.