ઉત્તર ગુજરાતમાં આજથી નર્મદાનું સિંચાઇ અને પીવાના પાણી માટે પાણી છોડાશે. પૂરક સિંચાઈ તથા પીવાના હેતુસર નર્મદા મુખ્ય નહેર આધારીત ઉદ્વવહન પાઈપલાઈનો મારફત ઉત્તર ગુજરાત વિસ્તારમાં નર્મદાનું પાણી ઓક્ટોબર-2026 સુધીના સમયગાળા માટે ફાળવવાનો સરકારે ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે, જેથી ઉત્તર ગુજરાત વિસ્તારના નવ જિલ્લાના 30થી વધુ તાલુકાના 700થી વધુ ગામોના 1300થી વધુ તળાવો અને સુજલામ સુફલામ સ્પ્રેડીંગ નહેરમાં નર્મદાના પાણીની ફાળવણી થકી અંદાજીત ત્રણ લાખ એકરથી વધુ ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ થશે. ઉત્તર ગુજરાતના ખેડૂતો દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ આધારીત બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થયું હતું. પરંતુ ચાલુ ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ ખેચાતા પૂરક સિંચાઈ અર્થે તળાવો તથા ચેકડેમો ભરવા નર્મદાના પાણીની ફાળવણી બાબત સરકારની વિચારણામાં હતી.
Site Admin | ઓગસ્ટ 20, 2026 10:35 એ એમ (AM)
ઉત્તર ગુજરાતમાં સિંચાઇ અને પીવાના પાણી માટે આજથી નર્મદાનું પાણી છોડાશે