ઓક્ટોબર 15, 2026 3:42 પી એમ(PM)

printer

નીતિ આયોગના ફ્રન્ટિયર ટેક હબ દ્વારા દેશમાં ડેટા સેન્ટરોના ટકાઉ વિકાસ માટે નવું ‘ડેટા સેન્ટર મૂલ્યાંકન ફ્રેમવર્ક’ જાહેર કરવામાં આવ્યું

નીતિ આયોગના ફ્રન્ટીયર ટેક હબે દેશમાં ડેટા સેન્ટરોના ટકાઉ વિકાસ માટે રાજ્યોને યોજના બનાવવામાં મદદ કરવા માટે ડેટા સેન્ટર મૂલ્યાંકન ફ્રેમવર્ક જાહેર કર્યુ છે. આ પહેલ ભારતના ડેટા સેન્ટર ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા અને કૃત્રિમ બુદ્ધિમત્તા, કમ્પ્યુટિંગ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની દેશની વધતી જતી જરૂરિયાતોને પૂરી કરવા માટેની છે.

રાજ્ય સરકારોને રોકાણ દરખાસ્તોનું વ્યવસ્થિત મૂલ્યાંકન કરવામાં, માળખાગત જરૂરિયાતો ઓળખવામાં અને ડેટા સેન્ટર પ્રોજેક્ટ્સના ટકાઉ વિકાસને સુનિશ્ચિત કરવામાં મદદ કરવા માટે ગઈકાલે નવી દિલ્હીમાં આ ફ્રેમવર્ક પ્રસિધ્ધ કરાયુ હતું.  

આ પ્રસંગે બોલતા, નીતિ આયોગના સીઈઓ અનુરાગ જૈને ભારતના ભાવિ વિકાસમાં ડેટા સેન્ટર્સ અને કમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મહત્વ પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે આ દેશના વિકાસ માટે એક મોટી તક છે.

કાર્યક્રમ દરમિયાન, નીતિ આયોગના સભ્ય, પ્રોફેસર અભય કરંદીકરે કહ્યું કે ડેટા સેન્ટર મૂલ્યાંકન ફ્રેમવર્ક રાજ્ય સરકારોએ ડેટા સેન્ટર સ્થાપવા માટે પ્રોજેક્ટ દરખાસ્તોનું મૂલ્યાંકન કરવું જોઈએ અને તેનું વ્યવસ્થિત મૂલ્યાંકન કરવું જોઈએ તેનુ માર્ગદર્શન આપે છે. તેમણે કહ્યું કે, આ રિપોર્ટનો ઉપયોગ કરીને, રાજ્ય સરકારો રોકાણ દરખાસ્તોનું યોગ્ય અને વ્યવસ્થિત મૂલ્યાંકન કરી શકશે