નાણામંત્રી નિર્મલા સીતારમણે ન્યૂયોર્કમાં એક ઉચ્ચ સ્તરીય વ્યાપાર ગોળમેજી પરિષદમાં રોકાણકારો સમક્ષ 2026-27 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશની 7.8 ટકાની આર્થિક વૃદ્ધિ અને રોકાણના વાતાવરણમાં સુધારા સહિતની ભારતની વિકાસયાત્રા રજૂ કરી.. બેંક ઓફ અમેરિકાના સહયોગથી ભારતના કોન્સ્યુલેટ જનરલ દ્વારા આયોજિત ગોળમેજી પરિષદને સંબોધતા, શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે વૈશ્વિક અવરોધો અને પડકારો છતાં ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બની રહી છે,
નાણામંત્રીએ એમ પણ કહ્યું હતું કે સરકારે મૂડી સંપત્તિ સર્જન અને માળખાગત વિકાસ દ્વારા ઉડ્ડયન સહિતના ઉદ્યોગને વધુ સક્ષમ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
અન્ય ક્ષેત્રોમાં કૃત્રિમ બુદ્ધિ અને ડેટા સેન્ટરોને પ્રોત્સાહન આપવું, વૈશ્વિક ક્ષમતા કેન્દ્રોને ટેકો આપવો, સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને ધિરાણ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી અને બેંકોની બિન-કાર્યક્ષમ સંપત્તિ ઘટાડવા જેવા ક્ષેત્રોમાં પણ ભારત અનેક સુધારા કરી રહ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો.