ઓગસ્ટ 20, 2026 1:56 પી એમ(PM)

printer

વ્યાવસાયિક ક્ષેત્રના દ્વિપક્ષિય સંબંધોને વધુ સક્ષમ બનાવવા માટે સિંગાપોરના પ્રધાનમંત્રી સાથે નિર્મલા સિતારામણે બેઠક કરી.

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આજે સિંગાપોરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગને મળ્યા હતા. આ બેઠક દરમિયાન વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી રાજ્ય મંત્રી જિતિન પ્રસાદ પણ હાજર હતા.

સોશિયલ મીડિયા પોસ્ટમાં, નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે, નેતાઓએ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી માટેના રોડમેપના અમલીકરણમાં પ્રગતિની સમીક્ષા કરી હતી અને આર્થિક સહયોગ, ડિજિટલાઇઝેશન, કનેક્ટિવિટી, કૌશલ્ય વિકાસ અને ટકાઉપણું સહિતના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવાની ચર્ચા કરી હતી. આજે યોજાનારી ભારત-સિંગાપોર મંત્રીસ્તરીય રાઉન્ડટેબલના ચોથા રાઉન્ડમાં ભાગ લેવા માટે મંત્રીઓ સિંગાપોરની મુલાકાતે છે.