ઓક્ટોબર 16, 2026 3:04 પી એમ(PM)

printer

નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારત-અમેરિકા વેપાર કરાર વહેલી તકે પૂર્ણ થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો

નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારત-અમેરિકા વેપાર કરાર વહેલી તકે પૂર્ણ થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો. થાઇલેન્ડના બેંગકોકમાં IMF-વિશ્વ બેન્કની વાર્ષિક બેઠક દરમિયાન એટલાન્ટિક કાઉન્સિલનાં સંવાદસત્રમાં શ્રીમતી સીતારમણે કહ્યું, આ કરાર બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોને મજબૂત બનાવશે.

નાણામંત્રીએ કહ્યું કે બંને દેશોએ દ્વિપક્ષીય અને વૈશ્વિક વેપારના હિતમાં કરારના વહેલા નિષ્કર્ષ તરફ કામ કરવું જોઈએ. તેમણે કહ્યું, વેપાર કરારના પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ અપાયું છે અને કાનૂની મુસદ્દો તૈયાર કરવામાં આવી રહ્યો છે.