બેનિન સિટીથી લાગોસ જઈ રહેલા નાઇજિરિયન લશ્કરી વિમાન ક્રેશ થયા બાદ મૃત્યુઆંક 32 પર પહોંચ્યો છે. જેમાં 25 મુસાફરો અને સાત ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે.
રાષ્ટ્રપતિ બોલા ટીનુબુએ પુષ્ટિ આપી હતી કે, કોઈનો બચાવ થયો નથી અને નાઇજિરિયન વાયુસેનાને તાત્કાલિક ક્રેશના કારણની સંપૂર્ણ તપાસ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
ઉડ્ડયન મંત્રી ફેસ્ટસ કેઆમોના જણાવ્યા અનુસાર, વાયુસેના ATR-42 વિમાન ગઈકાલે નિયમિત મિશન પર હતું ત્યારે એર ટ્રાફિક કંટ્રોલર્સનો તેનો સંપર્ક તૂટી ગયો હતો. બાદમાં કાટમાળ દક્ષિણપશ્ચિમ નાઇજિરીયાના દરિયાકાંઠાના શહેર ઇગ્બોકોડા નજીક, નૌકાદળના બેઝની નજીક મળી આવ્યો હતો .