સપ્ટેમ્બર 16, 2026 2:10 પી એમ(PM)

printer

ન્યુઝીલેન્ડની સંસદે ભારત સાથેના મુક્ત વેપાર કરારને અમલમાં મૂકતો કાયદો પસાર કર્યો

ન્યુઝીલેન્ડની સંસદે ભારત સાથેના મુક્ત વેપાર કરારને અમલમાં મૂકવા માટે કાયદો પસાર કર્યો છે, આ કાયદાથી ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો અને બંને દેશો વચ્ચે વેપાર વધારવાનો માર્ગ મોકળો થયો છે. આ કાયદાને 93-29 મતથી મંજૂરી આપવામાં આવી હતી, જેને વિપક્ષી લેબર પાર્ટીએ ટેકો આપ્યો હતો.

ન્યુઝીલેન્ડના વાણિજ્ય મંત્રી ટોડ મેકક્લેએ જણાવ્યું કે, આ કરાર નિકાસકારો માટે “તાત્કાલિક અને નોંધપાત્ર” લાભો પહોંચાડશે. તેમણે કહ્યું કે, ઉચ્ચ-ગુણવત્તાવાળા વેપાર કરાર આ વર્ષના અંતમાં અમલમાં આવવાની અપેક્ષા છે.