નવેમ્બર 2, 2026 2:58 પી એમ(PM)

printer

નેપાળમાં, ભારે હિમવર્ષાને કારણે ઉપલા ડોલ્પા ક્ષેત્રમાં ફસાયેલા તમામ છ ભારતીય પ્રવાસીઓને સુરક્ષિત રીતે બચાવી લેવાયા

નેપાળમાં, ભારે હિમવર્ષાને કારણે ઉપલા ડોલ્પા ક્ષેત્રમાં ફસાયેલા તમામ છ ભારતીય પ્રવાસીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે અને દુનાઈ લાવવામાં આવ્યા છે.

જિલ્લા વહીવટી કચેરીએ પુષ્ટિ આપી છે કે તમામ છ ભારતીય પ્રવાસીઓ સામાન્ય સ્થિતિમાં છે. દાનીગઢ વિસ્તારમાં ભારે હિમવર્ષાને કારણે ટ્રેકિંગ રૂટ બંધ થઈ ગયા બાદ પ્રવાસીઓને હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.

બચાવ કામગીરી જિલ્લા વહીવટીતંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત રીતે સંકલિત કરવામાં આવી હતી.