નવેમ્બર 3, 2026 3:56 પી એમ(PM)

printer

નેપાળમાં બે હેલિકોપ્ટર અથડાતાં ભારતીય પ્રવાસીનું મોત – ત્રણને ઇજા

નેપાળમાં બે હેલિકોપ્ટર ઉતરાણ કરતી વખતે અથડાતાં ચેન્નાઈના 47 વર્ષીય ભારતીય પ્રવાસીનું મોત થયું, જ્યારે ત્રણ અન્ય ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.

નેપાળ પોલીસે મૃતકની ઓળખ વસંત કુમાર બલરામુડુ તરીકે કરી છે. ઘાયલોમાં ન્યુઝીલેન્ડનો એક નાગરિક અને બે પાઇલટનો સમાવેશ થાય છે. તેમને કાઠમંડુ અને લુકલાની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે એક પાઇલટની હાલત સ્થિર હોવાનું જણાયું છે.