નવરાત્રિના છઠ્ઠા દિવસે આજે માઁ દુર્ગાનાં છઠ્ઠા સ્વરૂપ માઁ કાત્યાયનીની આરાધના કરવામાં આવી રહી છે. માઁ કાત્યાયનીની ચાર ભૂજાઓ છે. તેમનાં એક હાથમાં તલવાર, બીજામાં કમળનું ફૂલ અને અન્ય બે હાથ વરદા અને અભય મુદ્રામાં છે. કાત્યાયની માઁ-નું વાહન સિંહ છે. માન્યતાઓ મુજબ, મહર્ષિ કાત્યાયનની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈ આદિશક્તિએ તેમને ત્યાં પુત્રી તરીકે જન્મ લીધો હતો. એટલે તેમને કાત્યાયની કહેવામાં આવે છે. ભક્ત મુખ્ય રીતે ઝડપી લગ્ન, વૈવાહિક અચડણોને દૂર કરવા અને ઈચ્છિત પતિની પ્રાપ્તિ માટે દેવી કાત્યાયનીની પૂજા કરે છે.
Site Admin | ઓક્ટોબર 16, 2026 2:24 પી એમ(PM)
નવરાત્રિના છઠ્ઠા દિવસે આજે માઁ દુર્ગાનાં છઠ્ઠા સ્વરૂપ માઁ કાત્યાયનીની કરવામાં આવી રહી છે આરાધના