નવરાત્રિના ત્રીજા નોરતે આજે માઁ દુર્ગાનાં ત્રીજા સ્વરૂપ માઁ ચંદ્રઘંટાની પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા સંદેશમાં સૌને શુભેચ્છાઓ પાઠવતા કહ્યું, માઁ ચંદ્રઘંટા સાહસ, નિર્ભયતા, વીરતા અને શાંતિનું પ્રતીક છે.
માઁ ભગવતી સૌના જીવનમાંથી તમામ ભય અને નકારાત્મકતાને દૂર કરી, જીવનમાં પરમ શાંતિ, સદભાવ અને કોઈ પણ કઠિન પડકારોનો હિંમતભેર સામનો કરવાની અખૂટ શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના.