આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ છે. સ્વદેશી ચળવળની યાદમાં દર વર્ષે 7 ઓગસ્ટએ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ ઉજવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ માત્ર પરંપરાનો ઉત્સવ નથી, પણ એવા કુશળ હાથોનું સન્માન છે, જેમણે સદીઓથી ભારતના સાંસ્કૃતિક વારસાને જીવંત બનાવી રાખ્યો છે. ગુજરાત આ વારસાનું સશક્ત કેન્દ્ર છે, રાજ્ય સરકારના સઘન પ્રયાસોના પરિણામે આજે રાજ્યમાં 12 હજારથી વધુ વણકરો અને કારીગરો રાજ્ય સરકાર સાથે સીધી રીતે જોડાયેલા છે અને તેમને આર્થિક બળ મળ્યું છે.કાપડ મંત્રાલય આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી માટે રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે એક રાષ્ટ્રીય સમારોહનું આયોજન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવવા માટે તમામ નાગરિકોને વિનંતી કરી છે.
Site Admin | ઓગસ્ટ 7, 2026 9:41 એ એમ (AM)
આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિતે પ્રધાનમંત્રીએ દેશવાસીઓને હાથવણાટ ઉત્પાદન ખરીદી વણકર પરિવારોને સશક્ત બનાવવાના અનુરોધ કર્યો.3. આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિતે પ્રધાનમંત્રીએ દેશવાસીઓને હાથવણાટ ઉત્પાદન ખરીદી વણકર પરિવારોને સશક્ત બનાવવાના અનુરોધ કર્યો