આજે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ પર, કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીએ સમાવિષ્ટ, સમાન અને ભાવિ શિક્ષણ પ્રણાલીના નિર્માણ માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી જોશીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત એક એવા શિક્ષણ માળખા તરફ આગળ વધી રહ્યું છે જે નવીનતાને પોષે છે અને કૌશલ્યોને મજબૂત બનાવે છે. મંત્રીએ ઉમેર્યું હતું કે આ શિક્ષણ માળખું દરેક વિદ્યાર્થીને રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપવા માટે પણ સશક્ત બનાવે છે.
Site Admin | નવેમ્બર 11, 2026 1:42 પી એમ(PM)
રાષ્ટ્રીય શિક્ષણ દિવસ પર કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીએ સમાવિષ્ટ, સમાન અને ભાવિ શિક્ષણ પ્રણાલીના નિર્માણ માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો