પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ “મન કી બાત”ને આજે 12 વર્ષ પૂર્ણ થયા. “મન કી બાત” કાર્યક્રમનું પહેલું પ્રસારણ વર્ષ 2014માં આજના જ દિવસે વિજયાદશમીએ થયું હતું. તાજેતરમાં “મન કી બાત” કાર્યક્રમની 138-મી કડી પ્રસારિત કરવામાં આવી હતી.
ગત 12 વર્ષમાં આ કાર્યક્રમે દેશભરમાં થઈ રહેલા સકારાત્મક પરિવર્તનને સામે લાવવા અને નાગરિકોને ભારતની વિકાસયાત્રામાં સક્રિય ભાગીદારી માટે પ્રોત્સાહિત કરવાનું એક વિશેષ મંચ પૂરું પાડ્યું.
આ માસિક કાર્યક્રમના માધ્યમથી પ્રધાનમંત્રી શિક્ષણ, સ્વાસ્થ્ય, પર્યાવરણ સંરક્ષણ, નવીનતા અને સામાજિક સેવા સહિત વિવિધ ક્ષેત્રમાં પરિવર્તન લાવી રહ્યા હોય એવા દેશભરના લોકોની પ્રેરણાદાયી વાર્તાઓ રજૂ કરે છે.
“મન કી બાત” કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શન નેટવર્ક પર કરવામાં આવે છે. આ આકાશવાણી સમાચારની વૅબસાઈટ અને ન્યૂઝ ઑન A.I.R. મૉબાઈલ ઍપ પર પણ ઉપલબ્ધ છે. કાર્યક્રમનું જીવંત પ્રસારણ આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુ-ટ્યૂબ ચૅનલ્સ પર પણ કરવામાં આવે છે.