ઓક્ટોબર 5, 2026 2:25 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નવી દિલ્હીમાં સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ ગી પાહમલા સાથે દ્વિપક્ષીય ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ ગી પાહમલા સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી રહ્યા છે. આ દરમિયાન તેઓ વેપાર અને રોકાણ, વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા, ગતિશીલતા, સંસ્કૃતિ અને લોકો-થી-લોકોના સંપર્ક સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિની સમીક્ષા કરશે. નેતાઓ બહુપક્ષીય મંચોમાં સહયોગ સહિત પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કરશે.

સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ ગી પાહમલા આજે ભારતની ત્રણ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ રાજ્યમંત્રી અજય ટમ્ટાએ વિમાનમથક પર તેમનું સ્વાગત કર્યું હતું. તેમની સાથે વરિષ્ઠ અધિકારીઓ અને વ્યાપારી નેતાઓ સહિત એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વિસ રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. પત્રકારો સાથે વાત કરતા શ્રી ગી પાહમલાએ કહ્યું કે આ મુલાકાત ભાગીદારીના મહત્વને ઉજાગર કરવાની એક ઉત્તમ તક છે.