ઓક્ટોબર 11, 2026 10:45 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચેન્નાઈમાં મેટ્રો સેવા સહિતના 13 હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનુ લોકાર્પણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચેન્નાઈમાં આશરે 13,000 કરોડ રૂ. ના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રી આશરે 4,900 કરોડ રૂ. ના ખર્ચે બનેલ ચેન્નાઈ મેટ્રો રેલને લીલી ઝંડી આપશે. તેઓ તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજય સાથે મેટ્રો ટ્રેનમાં પણ મુસાફરી કરશે.

પ્રધાનમંત્રી ₹750 કરોડથી વધુના રેલ્વે માળખાકીય પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત અને ઉદ્ઘાટન પણ કરશે. આમાં અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનર્વિકસિત પાંચ અમૃત સ્ટેશન નો સમાવેશ થાય છે.

શ્રી મોદી પોરુર તળાવ નજીક સ્થિત જલકાંતેશ્વર મંદિરની મુલાકાત પણ લેશે અને પ્રાર્થના પણ કરશે.