13 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ખાતમૂહર્ત માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે ચેન્નાઈ પહોંચ્યા .. તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજય, તેમના મંત્રીમંડળના સાથીઓ અને એઆઈએડીએમકેના મહાસચિવ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી એડાપ્પડી પલાનીસામી અને અન્ય લોકોએ પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રીએ ચેન્નાઈના પોરુર ખાતે રોડ શો કર્યો, જ્યાં તેમણે પોરુરથી પૂનમલી સુધીની મેટ્રો રેલ સેવાને લીલી ઝંડી ફરકાવી. પ્રધાનમંત્રીએ તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજય સાથે અત્યાધુનિક મેટ્રો રેલમાં મુસાફરી કરી.
પલાની, વેલ્લોર કેન્ટોનમેન્ટ, અંબાસમુદ્રમ, પરમાકુડી અને નમક્કલ ખાતે પાંચ અમૃત સ્ટેશનો સહિતના ૭૫૦ કરોડ રૂપિયાથી વધુના રેલ્વે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું પ્રધાનમંત્રી ઉદ્ઘાટન કરશે.શ્રી મોદી IIT કેમ્પસ માટે રવાના થશે, જ્યાં તેઓ જલકંડેશ્વર શિવ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. તેઓ IIT મદ્રાસ ખાતે સુધા ગોપાલકૃષ્ણન બ્રેઇન સેન્ટરનું લોકાર્પણ કરશે.
બાદમાં, શ્રી મોદી કાર્ગો-હેન્ડલિંગ સુવિધાઓને વધુ સક્ષમ બનાવતા મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. તેઓ ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની હાલની મનાલી રિફાઇનરીમાં લ્યુબ ઓઇલ બેઝ સ્ટોક્સ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ કરશે.
શ્રી મોદી કામરાજર બંદર પર કોલસા બર્થ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને કન્ટેનર ટર્મિનલના કેપિટલ ડ્રેજિંગનો શિલાન્યાસ કરશે. દિલ્હી જતા પહેલા પ્રધાનમંત્રી જયગોપાલ ગરોડિયા હિન્દુ વિદ્યાલયના સુવર્ણ જયંતિ સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે.