ઓક્ટોબર 3, 2026 3:37 પી એમ(PM)

printer

રાજ્યભરમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાહેરસેવામાં 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તેના ભાગરૂપે રાજ્યભરમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ સેવાકીય કાર્ય ચાલી રહ્યા છે.

ત્યારે વલસાડમાં સેવા મેરા યોગદાન ઝૂંબેશ હેઠળ સમાજ સુરક્ષા ખાતાના દિવ્યાંગ લાભાર્થીઓને યોજનાકીય લાભનો વિતરણ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ ધવલ પટેલે વધુ માહિતી આપી.

તો, સાબરકાંઠાના હિમ્મતનગર ખાતે યોજાયેલી જિલ્લાકક્ષાની રંગોળી સ્પર્ધામાં 317 શાળાના 11 હજાર 187 વિદ્યાર્થીએ ભાગ લીધો. તેમણે રંગો, વિવિધ આકાર અને કલાત્મક સામગ્રીના માધ્યમથી સર્જનાત્મકતા રજૂ કરી.

ઉપરાંત કૉલાજ વર્ક સ્પર્ધામાં વિદ્યાર્થીઓની કલ્પનાશક્તિ, નવી વિચારસરણી અને કલાત્મક પ્રતિભાનો સુંદર પરિચય તેમની કૃતિઓમાં જોવા મળ્યો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.