ઓક્ટોબર 4, 2026 2:39 પી એમ(PM)

printer

પશ્ચિમ બંગાળમાં નંદીગ્રામ અને રેજીનગર વિધાનસભા પેટાચૂંટણી માટે પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થશે

નંદીગ્રામ અને રેજીનગર વિધાનસભા પેટાચૂંટણી માટે પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. મતદાન છઠ્ઠી ઓક્ટોબર, મંગળવારના રોજ યોજાશે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી આજે નંદીગ્રામમાં ભાજપના ઉમેદવાર હસી રાની રથના સમર્થનમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. રેજીનગરમાં મુખ્ય રાજકીય પક્ષો મુસ્લિમ બહુમતીવાળી બેઠકના મતદારો સુધી પહોંચવા માટે અંતિમ પ્રયાસ કરી રહ્યા છે.

શાંતિપૂર્ણ મતદાન માટે કેન્દ્રીય દળો બંને મતવિસ્તારમાં પહોંચી રહ્યાં છે. મતદાન પહેલા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ અને કેન્દ્રીય દળના જવાનોએ ગામડાઓમાં રૂટ માર્ચ શરૂ કરી છે.