મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રક્તદાનને માનવતાની સર્વોચ્ચ સેવા ગણાવી. અમદાવાદ ખાતે ઇન્ડિયન સોસાયટી ઓફ હેમેટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝનની 67મી રાષ્ટ્રીય પરિષદ ‘હેમેટોકોન-2026’ના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે આ વાત કહી.
ઈ-રક્તકોષ ડિજિટલ પ્લેટફોર્મનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, ટેક્નોલોજીના ઉપયોગથી રક્તની ઉપલબ્ધતા અંગેની માહિતી એક જ સ્થળેથી મેળવી શકાય છે, જે દર્દીઓ અને તેમના પરિવારજનો માટે ઉપયોગી બની રહી છે.