ઓક્ટોબર 24, 2026 11:07 એ એમ (AM)

printer

ગુજરાત સહિત 12 રાજ્યોમાં નાગરિક સુરક્ષા માટે નવી તાલીમ પહેલ શરૂ કરાશે

ગૃહ મંત્રાલયે દેશમાં નાગરિક સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા ગુજરાત સહિત 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક નવી પહેલ શરૂ કરશે.

આ પહેલ હેઠળ, ભારતીય સેના નાગરિક સુરક્ષા માસ્ટર ટ્રેનર્સને વિશેષ તાલીમ આપશે. મંત્રાલયે જણાવ્યું હતું કે, ત્રણ દિવસનો તાલીમ કાર્યક્રમ પ્રથમ તબક્કામાં જમ્મુ અને કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, દિલ્હી, મેઘાલય, સિક્કિમ, આસામ, ઉત્તર પ્રદેશ, કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં હાથ ધરવામાં આવશે.

આ વર્ષે નવેમ્બરના બીજા અઠવાડિયા સુધીમાં કુલ 600 નાગરિક સુરક્ષા માસ્ટર ટ્રેનર્સને તાલીમ અપાશે. આ તાલીમમાં  જોખમની ઓળખ, બચાવ અને કટોકટી પ્રતિભાવ, તથા સંદેશાવ્યવહાર અને સંકલન જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.