નાણાં મંત્રાલયનો ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં દેશનો GDP વૃદ્ધિ દર 7.35 ટકા રહેવાનો અંદાજ વ્યકત કર્યો છે.
નાણા મંત્રાલયની માસિક આર્થિક સમીક્ષા અનુસાર અર્થતંત્રની વૃદ્ધિને મજબૂત ઔદ્યોગિક ઉત્પાદન, ઉચ્ચ ઉર્જા વપરાશ, પોર્ટ ટ્રાફિકમાં વધારો, મજબૂત GST કલેક્શન અને વધતા ઓટોમોબાઈલ વેચાણ દ્વારા ટેકો મળશે.
અહેવાલમાં જણાવ્યા અનુસાર દેશના વાર્ષિક ધોરણે 11 ટકાના દરે વેપાર અને સેવાઓની કુલ નિકાસ વધી છે. મર્ચેન્ડાઇઝ નિકાસ, વાર્ષિક ધોરણે 23 ટકાથી વધુ વૃદ્ધિ પામી છે.