સંરક્ષણ મંત્રાલયે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) સાથે આશરે 770 કરોડ રૂપિયાના ખર્ચે એડવાન્સ્ડ લો-લેવલ લાઇટવેઇટ રડારની ખરીદી માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આજે નવી દિલ્હીમાં સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહની હાજરીમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
મંત્રાલયે જણાવ્યું હતું કે આ રડાર ફાઇટર એરક્રાફ્ટ તેમજ નાના ડ્રોનને શોધી અને ટ્રેક કરવામાં સક્ષમ છે. તેમાં હવાઈ લક્ષ્યોને પ્રાથમિકતા આપવાની સુવિધા પણ છે. આ માનવરહિત હવાઈ પ્રણાલીઓથી થતા જોખમોનો સામનો કરવામાં સેનાને મદદ કરશે.
મંત્રાલયે જણાવ્યું હતું કે આ ખરીદી વિકસિત ભારત 2047 ના વિઝનને અનુરૂપ હવાઈ સંરક્ષણ પ્રણાલીઓના સ્વદેશીકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. તે દેશના સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રને વેગ આપશે અને મજબૂત, આત્મનિર્ભર અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક સંરક્ષણ ઉદ્યોગ બનાવવામાં મદદ કરશે.