મહેસાણાના કડી વિસ્તારમાં વિવિધ વેરહાઉસો પર અચાનક સંયુક્ત તપાસ હાથ ધરી શંકાસ્પદ કપાસિયા ખોળનો મોટો જથ્થો સીલ કરવામાં આવ્યો છે. રાજ્યમાં તાજેતરમાં જ પશુઓના આહારની ગુણવત્તા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે નવો કાયદો ઘડાયો છે, ત્યારે સરકારે ભેળસેળિયાઓ સામે કડક કાર્યવાહીનો પ્રારંભ કરી દીધો છે.
મળેલી માહિતાના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું પશુપાલન મંત્રી જીતુ વાઘાણીએ કહ્યુ, એક શુભમ લોજિસ્ટિક વેરહાઉસ છે, એમાં પણ એ રેડ કરવામાં આવીને લગભગ ૧ લાખ ૫૮ હજાર ૫૦૦ થી વધુ બેગ એ શંકાસ્પદ જથ્થો એ આમાં મળેલો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, પશુપાલન વિભાગની ટીમો, વૈજ્ઞાનિક પદ્ધતિથી અલગ-અલગ શંકાસ્પદ સેમ્પલો એ આમાં લેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસની અંદર લીંચ ખાતે આવેલ વેરહાઉસમાં ૨૫ કરોડની થી પણ વધારે કિંમતનો આશરે ૬૩.૪૧ લાખ કિલોગ્રામનો જથ્થો એ ભેળસેળયુક્ત જણાય છે