મેડિકલ કાઉન્સેલિંગ સમિતિ આજે નીટ યુજી કાઉન્સેલિંગ 2026 ના પ્રથમ તબક્કા માટે નોંધણી શરૂ કરશે. સત્તાવાર સમયપત્રક મુજબ પ્રથમ તબક્કા માટે નોંધણી આજથી 12 ઓગસ્ટ બપોરે ત્રણ વાગ્યા સુધી હશે. જોકે, ફી ચુકવણી 12 ઓગસ્ટ સાંજે 6 વાગ્યા સુધી કરી શકાશે.નોંધણી શરૂ થતાં પહેલાં સંસ્થાઓએ ગઈકાલે કામચલાઉ બેઠક મેટ્રિક્સ ચકાસ્યું હતું. ઉમેદવારો આવતીકાલથી 13 ઓગસ્ટ સવારે 11 વાગ્યા સુધી તેમની પસંદગી જણાવી શકે છે.બેઠક ફાળવણીનો પ્રથમ તબક્કો 13 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી ચાલશે, અને પરિણામો 17 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવશે. જે ઉમેદવારોને બેઠક ફાળવવામાં આવી છે તેઓએ 18 ઓગસ્ટથી 22 ઓગસ્ટ દરમ્યાન સંબંધિત સંસ્થાઓમાં રિપોર્ટ કરવો પડશે. સંસ્થાઓ 23 ઓગસ્ટના રોજ ઉમેદવારોના ડેટાની ચકાસણી કરશે.કાઉન્સેલિંગ પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં આરોગ્ય મંત્રાલયે ઉમેદવારોને MCC પોર્ટલ પર નોંધણી, પસંદગી અને બેઠક ફાળવણી પ્રક્રિયા સમજવા માટે સ્ટેપ-બાય-સ્ટેપ ટ્યુટોરીયલ વિડિઓ બહાર પાડ્યા છે. જેનો ઉદ્દેશ ઉમેદવારોને યોગ્ય માર્ગદર્શન આપવાનો છે.આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ટ્યુટોરીયલ વિડિઓ MCC પોર્ટલ પર નોંધણી અને પસંદગી ભરવાની પ્રક્રિયાને વિગતવાર સમજાવે છે. આ ઉમેદવારોને કાઉન્સેલિંગના દરેક પગલાને સમજવામાં, જાણકાર નિર્ણયો લેવામાં અને તેમની અરજી સરળતાથી પૂર્ણ કરવામાં મદદ કરે છે. કાઉન્સેલિંગ પ્રક્રિયા દરમિયાન સહાય માટે ઉમેદવારો ટોલ-ફ્રી નંબર 1800-102-7637 પર MCC હેલ્પલાઇનનો સંપર્ક કરી શકે છે અથવા તેમના પ્રશ્નો mcc2026@gov.in પર ઇમેઇલ કરી શકે છે.
Site Admin | ઓગસ્ટ 5, 2026 10:34 એ એમ (AM)
મેડિકલ કાઉન્સેલિંગ સમિતિ આજે નીટ યુજી કાઉન્સેલિંગ 2026 ના પ્રથમ તબક્કા માટે નોંધણી શરૂ કરશે