કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે અમદાવાદમાં બ્રિક્સ પરંપરાગત અને સ્વદેશી રમોત્સવ પ્રદર્શન 2026નું ઉદ્ઘાટન કરશે.
આ રમતોનું આયોજન યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા ગુજરાત સરકારના સહયોગથી ભારતના બ્રિક્સ અધ્યક્ષપદ હેઠળ કરવામાં આવી રહ્યું છે. જે પરંપરાગત અને સ્વદેશી રમતગમત પ્રથાઓના પ્રદર્શન માટે બ્રિક્સ સભ્ય અને ભાગીદાર દેશોના પ્રતિનિધિમંડળોને એકસાથે લાવશે.
મંત્રાલયે જણાવ્યું કે આ રમતો રમતગમત દ્વારા સાંસ્કૃતિક આદાનપ્રદાન, વારસાનું સંરક્ષણ અને લોકો-થી-લોકોના સહયોગને પણ પ્રોત્સાહન આપશે.
આ સાથે મુલાકાતી પ્રતિનિધિમંડળો સાથે દ્વિપક્ષીય બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકોનો હેતુ રમતગમતમાં સહયોગને મજબૂત કરવા અને બ્રિક્સ માળખામાં પરંપરાગત અને સ્વદેશી રમતોને પ્રોત્સાહન આપવાની તકો શોધવાનો છે.