રાજ્યમાં ચાંદીપુરા વાયરસમાં ચાર બાળકોના મોત થયા છે. મહીસાગર જીલ્લાના કડાણા તાલુકામાં ચાંદીપુરા વાયરસના પ્રથમ કેસમાં સાત વર્ષીય બાળકીનું વડોદરાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જિલ્લામાં નોંધાયેલા આ પ્રથમ કેસમાં બાળકીનું મોત થતાં આરોગ્ય વિભાગ અત્યંત સતર્ક બન્યું છે. દરમ્યાન જામનગરની જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા રોગના લક્ષણો ધરાવતા ત્રણ બાળકોના સારવારમાં મૃત્યુ નીપજ્યા છે. જેમાં કાલાવડ પંથકના બે અને ધ્રોલ પંથકના એક દર્દીનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગે જણાવ્યું કે, સંબંધિત વિસ્તારોમાં સતત સર્વેલન્સ, આરોગ્ય તપાસ અને જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
Site Admin | ઓગસ્ટ 11, 2026 11:19 એ એમ (AM)
ચાંદીપુરા વાઇરસને કારણે રાજ્યમાં ચાર બાળકોના મોત