ઓક્ટોબર 13, 2026 4:07 પી એમ(PM)

printer

કચ્છમાં ધોરડો ખાતે આગામી પહેલી નવેમ્બરથી રણોત્સવનો પ્રારંભ થશે

કચ્છમાં ધોરડો ખાતે આગામી પહેલી નવેમ્બરથી રણોત્સવનો પ્રારંભ થશે. ચાર મહિના સુધી યોજાનારા રણોત્સવમાં પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાને રાખી આ વખતે એક હજારથી વધુ તંબુ બનાવાશે. રણોત્સવને લઈને ટેન્ટ સિટી તૈયાર કરનારી એજન્સીઓ, પ્રવાસન વિભાગ અને સ્થાનિક ધોરડો ગ્રામ પંચાયત દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી.

ઉપરાંત નાના-મટા ખાનગી રિસોર્ટ પણ આકાર લઈ રહ્યા છે. રણોત્સવ દરમિયાન પાણીની અછત ન સર્જાય તે માટે પાણી પૂરવઠા બોર્ડને અત્યારથી જ પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ છે. તો, રણોત્સવમાં પ્રવાસીઓની સુવિધા માટે ટ્રાફિક વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર સાથે સંકલન કરાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.