દક્ષિણ કોરિયાના આસનમાં આજથી કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટ શરૂ યોજાશે. 17 વર્ષની તન્વી શર્મા મહિલા સિંગલ્સમાં ભારતનું નેતૃત્વ કરશે. તન્વીએ ગયા રવિવારે તાઈપેઈ ઓપનમાં તેનું પ્રથમ BWF વર્લ્ડ ટૂર ટાઇટલ જીત્યું હતું. માલવિકા બંસોડ, અનમોલ ખરાબ, ઈસરાની બરુઆ, આકર્ષિ કશ્યપ, અશ્મિતા ચલિહા, તાન્યા હેમંત, માનસી સિંહ, રક્ષિતા શ્રી સંતોષ રામરાજ અને શ્રીયાંશી વાલિશેટ્ટી પણ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે.
કિદામ્બી શ્રીકાંત મેન્સ સિંગલ્સમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. તેમની સાથે કિરણ જ્યોર્જ, મિથુન મંજુનાથ, થારુન મન્નેપલ્લી, રૌનક ચૌહાણ અને સાનેથ દયાનંદ પણ ભાગ લેશે.
News On AIR | ઓગસ્ટ 4, 2026 1:59 પી એમ(PM)
દક્ષિણ કોરિયામાં આજથી શરૂ થનાર કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતની તન્વી શર્મા મહિલા સિંગલ્સમાં ભારતનું નેતૃત્વ કરશે.