ઓગસ્ટ 10, 2026 10:17 એ એમ (AM)

printer

ખેડાના ધોળીકૂઈ ખાતે નાના બાળકો માટેની રતવાની દવાના નામે ચાલતું બિનઅધિકૃત ઉત્પાદન – વેચાણ નેટવર્ક ઝડપાયું

ખેડાના ધોળીકૂઈ ખાતે નાના બાળકો માટેની રતવાની દવાના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્કને ઝડપીને 66 હજાર 400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. નડિયાદના મદદનીશ કમિશનરની ટીમે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરોડા દરમિયાન ટીમ દ્વારા ગેરકાયદેસર રીતે થતા દવાના ઉત્પાદનનો મોટો પર્દાફાશ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળેલી ચોક્કસ બાતમીના આધારે પ્રવર ઔષધની ટીમે શંકાસ્પદ પ્રવાહીનો જથ્થો પકડ્યો હતો. લેબલ વગરની 100 મિલી ક્ષમતા ધરાવતી પારદર્શક પ્લાસ્ટિકની 160 બોટલોમાંથી લાલ રંગનું પ્રવાહી મળી આવ્યું હતું, જેને ટીમે સીઝ કરી વધુ તપાસ અર્થે સેમ્પલ લીધા હતા. દરોડા દરમિયાન સ્થળ પરથી “રતવાની દવા” દર્શાવતા લેબલ આશરે એક હજાર ખાલી બોટલો તથા ‘વિટામિન B-Complex’ દવાની 4.5 લીટર ક્ષમતા ધરાવતા 92 ભરેલા પ્લાસ્ટિક કન્ટેનર અને વપરાયેલા ખાલી કન્ટેનર જપ્ત કરવામાં આવ્યા હતા