કેરલના ત્રિશુર જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત નિપજ્યાં છે. પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માત ગઈકાલે રાત્રે કૈપામંગલમના પનામ્બિકુન્નુ ખાતે થયો હતો. યુવાનોથી સવાર કાર હાઇવે પર ઉભેલી ટ્રક સાથે અથડાઈ હતી. તમામ યુવાનો તમિલનાડુના વિદ્યાર્થીઓ હોવાનું જણાયું છે. તમામ મૃતદેહને ત્રિશુર મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા હતા. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Site Admin | સપ્ટેમ્બર 5, 2026 1:28 પી એમ(PM)
કેરલના ત્રિશુરમાં એક કાર ટ્રક સાથે અથડાતાં તામિલનાડુના આઠ વિદ્યાર્થીઓના મોત.