ઉત્તર કર્ણાટકના યાદગીર જિલ્લાના સૈદાપુર નજીક કડેચુર-બડિયાલ ઔદ્યોગિક વિસ્તારમાં આજે કેમિકલ લીકેજ થતાં ત્રણ કામદારોના શ્વાસ રૂંધાઈ જવાથી મોત થયા હતા. આ ઘટના આજે વહેલી સવારે બની હતી. લીકેજના સંપર્કમાં આવેલા બે કામદારોને રાયચુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
યાદગીર જિલ્લાના ડેપ્યુટી કમિશનર રાહુલ તુકારામ પાંડવેએ જણાવ્યું છે કે ફાર્માસ્યુટિકલ રસાયણો બનાવતા પ્લાન્ટમાં લીક થયેલી પાઇપમાં સલ્ફર ઓક્સાઇડ શ્વાસમાં જવાથી ત્રણ કામદારોના મૃત્યુ થયા છે. કામદારો મધ્યપ્રદેશ, તેલંગાણા અને આંધ્રપ્રદેશના હતા. માલિકો અને અન્ય લોકો સામે FIR દાખલ કરવામાં આવી છે. હાલમાં કોઈ વધુ લીકેજ નથી. લીકેજના કારણો અને સલામતીના પગલાં માટે NDRF અને ફોરેન્સિક ટીમો તૈનાત કરાશે.
Site Admin | ઓગસ્ટ 5, 2026 2:13 પી એમ(PM)
કર્ણાટકમા કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજ થતાં ત્રણ કામદારોના મોત.