ઓક્ટોબર 5, 2026 8:06 પી એમ(PM)

printer

વર્ષ 2026 માટે ફિઝિયોલોજી અથવા મેડિસિન માટેનો નોબેલ પુરસ્કારના વિજેતા નામોની જાહેરાત

વર્ષ 2026 માટે ફિઝિયોલોજી અથવા મેડિસિન માટેનો નોબેલ પુરસ્કાર, કાર્લ ડીસેરોથ, પીટર હેગેમેન અને જ્યોર્જ નાગેલને એનાયત કરવાની જાહેરાત કરાઇ છે. આ પુરસ્કાર તેમની પ્રકાશ-ગેટેડ આયન ચેનલો અને મગજના અભ્યાસ અંગેની એક તકનીક ઓપ્ટોજેનેટિક્સ, માટે આપવામાં આવશે. ઓપ્ટોજેનેટિક્સ જીવંત મગજમાં વ્યક્તિગત ચેતા કોષોની પ્રવૃત્તિને ચાલુ અથવા બંધ કરવાનું શક્ય બનાવે છે.

મગજ, યાદો, લાગણીઓ અને વર્તન કેવી રીતે બનાવે છે તે સમજવું એ સંશોધકો માટે લાંબા સમયથી એક સ્વપ્ન રહ્યું છે.

ડીસેરોથ યુએસમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં બાયોએન્જિનિયરિંગ, મનોચિકિત્સા અને વર્તણૂકીય વિજ્ઞાનના પ્રોફેસર છે. જ્યારે હેગેમેન, જર્મન બાયોફિઝિસિસ્ટ છે અને જ્યોર્જ નાગેલ જર્મન ન્યુરોસાયન્ટિસ્ટ તરીકે સંશોધન કરી રહ્યા છે.