ઓગસ્ટ 20, 2026 10:28 એ એમ (AM)

printer

અમદાવાદમાં સાયબર ક્રાઇમ દ્વારા નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ‘કણાદ શીલ્ડ’ સાયબર સિક્યોરિટી હેકાથોન 2026 યોજાઈ

ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવા અને કાયદો-વ્યવસ્થા જાળવતી એજન્સીઓને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરવાના ઉદ્દેશ સાથે અમદાવાદ સ્થિત KCG કેમ્પસ ખાતે કનડ શિલ્ડ – સાયબર સિક્યોરિટી હેકાથોન-2026 યોજાઇ હતી. ગુજરાત પોલીસની અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા આયોજિત આ રાષ્ટ્રીય કક્ષાના હેકાથોનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ હેકાથોન માત્ર એક સ્પર્ધા નથી, પરંતુ સાયબર ક્રાઇમ સામે લડવા ગુજરાત પોલીસને નવી દિશા આપતી એક અત્યંત મહત્વપૂર્ણ પહેલ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આગામી 10 વર્ષોમાં પરંપરાગત ગુનાઓની સરખામણીએ સાયબર ગુનાઓનું પ્રમાણ વધવાની શક્યતા છે. આ સમસ્યા માત્ર ગુજરાત પૂરતી સીમિત ન રહેતાં વૈશ્વિક સ્તરે વિસ્તરી ચૂકી છે. સમાજજીવનને સ્પર્શતા આવા ગંભીર ગુનાઓના નિવારણ માટે સહિયારા અને સઘન પ્રયાસો હાથ ધરવા અનિવાર્ય છે. સાયબર તજજ્ઞો, i-Hubના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં આઇટી નિષ્ણાતો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.