જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળો દ્વારા આજે ઉધમપુર, રિયાસી અને કઠુઆ જિલ્લાઓમાં અનેક સ્થળોએ શોધ કામગીરી ચાલી રહી છે. આ વિસ્તારોમાં શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલના અહેવાલો બાદ તપાસ અભિયાન શરૂ કરાયું છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
દરમિયાન, ઉત્તરી કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્માએ ગઈકાલે પૂંચ જિલ્લામાં નિયંત્રણ રેખા પાસેના વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે સતત તકેદારી અને નવીન અભિગમોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.