ઓગસ્ટ 28, 2026 7:56 પી એમ(PM)

printer

રાજ્યમાં ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધનની ભવ્ય ઉજવણી.

રાજ્યભરમાં આજે ભાઈ-બહેનના અતૂટ સ્નેહ અને પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં જમાલપુરના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજીનાં બહેન સુભદ્રાજીએ તેમને અને ભાઈ બળભદ્રજીને રાખડી બાંધી.

અમદાવાદની શી ટીમે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને રાખડી બાંધી.

પોરબંદરમાં આર્ય કન્યા ગુરુકુળની 350 દિકરીઓને રક્ષાબંધનના દિવસે યજ્ઞોપવિત અને વેદારંભ સંસ્કાર અપાયાં. ત્યારબાદ દીકરીઓએ જનોઈ ધારણ કરી.

ભરૂચમાં નગરપાલિકા દ્વારા મહિલાઓ માટે સિટી બસ સેવામાં મુસાફરી નિઃશુલ્ક રાખવામાં આવી હતી.

ઉપરાંત ભરૂચની સબજેલમાં રક્ષાબંધનની ઉજવણી દરમિયાન ભાવુક દ્રશ્યો જોવા મળ્યા.

તો, બનાસકાંઠામાં રક્ષાબંધન અને બળેવ પૂનમ પર્વ ઉજવ્યો. શક્તિપીઠ અંબાજી મંદિરમાં આજે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. જ્યારે પાલનપુર અને થરાદ સબજેલમાં રક્ષાબંધનની ઉજવણી થઈ. ડાંગમાં મહિલા પોલીસકર્મીઓએ ભાઈઓને રાખડી બાંધી તેમના લાંબા આયુષ્ય, સુખ-સમૃદ્ધિની પ્રાર્થના કરી.

પંચમહાલના ગોધરામાં પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અને સામાજિક સંસ્થા દ્વારા દિવ્ય રક્ષાબંધન સ્નેહમિલનની ઉજવણી કરવામાં આવી.

જુનાગઢની જિલ્લા જેલમાં બહેનોએ ભાઈઓને રાખડી બાંધી સજા વહેલી પૂરી થાય અને બાકીનું જીવન પરિવાર સાથે વિતાવે તેવી પ્રાર્થના કરી. તો ભૂદેવોએ યજ્ઞોપવિત ધારણ કરવાની વિધિ કરી બળેવની ઉજવણી કરી. માંગરોળ સહિતના દરિયાકાંઠા વિસ્તારોમાં સમુદ્રદેવના પૂજન બાદ માછીમાર ભાઈઓએ વ્યવસાય આજથી શરૂ કર્યો.

વલસાડમાં કોસંબા ખાતે નારિયેળી પૂનમ નિમિત્તે માછીમાર અને ટંડેલ સમુદાયે સમુદ્રદેવની પૂજા-અર્ચના કરી.

તો, મહીસાગરમાં સંતરામપુર તાલુકા સબજેલમાં બહેનોએ ભાઈઓને રાખડી બાંધી. જ્યાં ભાવનગર જિલ્લા જેલમાં 360 જેલ બંદીવાન ભાઈઓને તેમની બહેનોએ તથા 10 બંદીવાન બહેનોએ તેમના ભાઈઓને રાખડી બાંધી.

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં રાજ્યકક્ષાના નારિયેળી પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી. તેમાં હેલિકૉપ્ટર દ્વારા બચાવ અભિયાનનો ડેમો આકર્ષણનું કેન્દ્ર રહ્યો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.