સપ્ટેમ્બર 9, 2026 7:47 પી એમ(PM)

printer

પર્સિયન અખાતમાં બે અમેરિકન જહાજો અને આઠ ઓઇલ ટેન્કરો પર હુમલો કર્યાનો ઈરાનનો દાવો.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ IRGC એ દાવો કર્યો છે કે તેમણે પાંચ ઈરાની ટેન્કર પર અમેરિકાના હુમલાના બદલામાં પર્સિયન અખાતમાં બે અમેરિકન જહાજો અને આઠ ઓઇલ ટેન્કરો પર હુમલો કર્યો હતો.

એક નિવેદનમાં, IRGC એ જણાવ્યું હતું કે ગઈકાલે પર્સિયન અખાતમાં પાંચ ઈરાની ઓઇલ ટેન્કરો પર હુમલો કરવાના અમેરિકન સેનાના આક્રમણ અને દુર્ભાવનાપૂર્ણ કૃત્યના બદલામાં તેના નૌકાદળે જહાજો પર હુમલો કર્યો અને ભારે નુકસાન પહોંચાડ્યું. નૌકાદળોએ 10 જહાજોને પણ નિશાન બનાવ્યા હતા જે અમેરિકન સેનાના સમર્થન અને ઉશ્કેરણીથી હોર્મુઝ સ્ટ્રેટમાં પ્રતિબંધિત અને અસુરક્ષિત ઝોન પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.