સપ્ટેમ્બર 13, 2026 1:40 પી એમ(PM)

printer

ઈરાન અને ઓમાન વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ માટે નવા જળમાર્ગો પર સહમતિ સધાઇ.

ઈરાન અને ઓમાન હોર્મુઝ સ્ટ્રેટ માટે નવા પ્રવેશ અને બહાર નીકળવાના જળમાર્ગો પર સંમત થયા છે. બંને દેશોની આગામી પ્રાદેશિક બેઠકમાં અન્ય ખાડી દેશો સમક્ષ તેને રજૂ કરવાની યોજના છે.

જે અંતર્ગત, ખાડીમાં પ્રવેશવાનો માર્ગ સંપૂર્ણપણે ઈરાની પ્રાદેશિક પાણીની અંદર રહેશે, જ્યારે બહાર નીકળવાના માર્ગનો એક ભાગ પણ ઈરાની નિયંત્રણ હેઠળ રહેશે. તેના અમલીકરણ સાથે, જળમાર્ગનો દક્ષિણ માર્ગ બંધ થઈ જશે જે અમેરિકાની માંગણીઓનો સીધો વિરોધ છે.

ઈરાની અધિકારીઓએ ભાર મૂકતા કહ્યું કે, આ કરારનો અર્થ એ નથી કે હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવામાં આવી રહ્યો છે. ઈરાને જળમાર્ગ ખુલતા પહેલા અમેરિકા સામે સાત શરતો મૂકી છે જે પૂર્ણ ન થાય ત્યાં સુધી આ માર્ગ બંધ રહેશે.