સપ્ટેમ્બર 13, 2026 7:56 પી એમ(PM)

printer

ઇન્ડોનેશિયામાં જાવા સમુદ્રમાં 240 મુસાફરોને લઈ જતી ફેરી બોટ પલટી જતાં છ લોકોના મોત – 130 મુસાફરો અને ક્રૂ સભ્યો ગુમ

ઇન્ડોનેશિયામાં ખરાબ હવામાનને કારણે જાવા સમુદ્રમાં 240 થી વધુ મુસાફરોને લઈ જતી એક ફેરી બોટ પલટી ગઈ. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે, અંદાજે 130 મુસાફરો અને ક્રૂ સભ્યો હજુ પણ ગુમ છે.

ઇન્ડોનેશિયન બચાવ ટીમોએ અત્યાર સુધીમાં 107 લોકોને બચાવ્યા છે. ફેરી બોટ પૂર્વ જાવાથી દક્ષિણ કાલીમંતન જઈ રહી હતી અને સુરાબાયાથી બોર્નિયો ટાપુ પર બંજરમાસિન માટે રવાના થઈ હતી. ફેરી બોટના છેલ્લા જાણીતા સ્થાનની આસપાસ શોધ અને બચાવ કામગીરી ચાલુ છે.