નવેમ્બર 8, 2026 7:54 પી એમ(PM)

printer

દિવાળીના પ્રસંગે ભારતીય શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગ થયું- સેન્સેક્સ અને નિફ્ટીમાં નજીવો ઘટાડો

ભારતીય શેરબજારમાં આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ એ દિવાળીના અવસરે સંવત 2083 ની શરૂઆત સાથે મુહૂર્ત ટ્રેડિંગ કર્યું. બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો આજના ખાસ ટ્રેડિંગ સત્રમાં નકારાત્મક ઝોનમાં સમાપ્ત થયા. સેન્સેક્સ 29 પોઈન્ટના નજીવા ઘટાડા સાથે 80 હજાર 999 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 44 પોઈન્ટ ઘટીને  24 હજાર 986 પર બંધ થયો. તેનાથી વિપરીત, નેશનલ સ્ટોક એક્સચેન્જ પર વ્યાપક બજાર વધારા સાથે સમાપ્ત થયું. મિડકેપ 100 ઇન્ડેક્સ 0.1 ટકાથી વધુ વધ્યો, જ્યારે સ્મોલકેપ 100 ઇન્ડેક્સ એક ટકા વધ્યો.